Meta AI એ તમારો વ્યક્તિગત AI આસિસ્ટન્ટ છે—જે દુનિયા સાથે કનેક્ટ થયેલું છે, પરંતુ તમારા જીવનમાં વણાયેલું છે. તમે જેનો ખરેખર ઉપયોગ કરી શકો તેવા જવાબો, ભલામણો અને પ્રેરણા મેળવો.
• વધુ સમૃદ્ધ (વિગતવાર) જવાબો: Meta AI, સમગ્ર Instagram, Facebook અને Threads પર લોકો જે શેર કરી રહ્યાં છે અને જેના વિશે વાત કરી રહ્યાં છે તેનો લાભ લે છે.
• વધુ સ્માર્ટ રીતે ખરીદી કરો: તમે જે શોધી રહ્યા છો તેનું વર્ણન કરો અથવા પ્રેરણા મેળવવા માટે ફોટો પાડો. Meta AI, તમારી સ્ટાઇલને જે દર્શાવતી હોય તેવી ભલામણો સૂચવવા માટે તમે જેમને ફોલો કરો છો તે ક્રિએટર અને તમને બહુ ગમતી બ્રાન્ડ પરથી તમારી પસંદગીઓની સમજ મેળવે છે.
• સ્થાનિક સ્થળો શોધી કાઢો: રેસ્ટોરન્ટ માટેની ભલામણો, કરવા માટેની વસ્તુઓ અથવા આ વીકેન્ડમાં ક્યાં જવું તે પૂછો. Meta AI, વાસ્તવિક રિવ્યૂ, પોસ્ટ અને જે ચર્ચામાં છે તેમાંથી માહિતી લે છે-જેથી રેટિંગ, ફોટા અને વિગતો સાથે સૂચનો સૂચવી શકે.
• કોઈ પણ ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અથવા ફાઇલમાંથી જવાબો મેળવો: તરત જ મદદ મેળવવા માટે ફોટો પાડો. સારાંશો, સરખામણીઓ અથવા વિશ્લેષણ માટે ડોક્યુમેન્ટ, PDF અથવા સ્પ્રેડશીટ અપલોડ કરો. એકથી વધુ ફાઇલો મોકલો અને Meta AI તે બધા પર એકસાથે કામ કરે છે.
• અઘરી બાબતો પર ઊંડાણપૂર્વક વિચારો: કોઈ મોટો નિર્ણય હોય કે ઝડપી પ્રશ્ન, Meta AI તમને તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવામાં મદદ કરે છે. જટિલ પ્રશ્નોના તબક્કાવાર તર્ક માટે 'થિંકિંગ (Thinking)' મોડ ચાલુ કરો.
• ખાનગી રીતે ચેટ કરો: ફક્ત તમે જ જોઈ શકો તેવી ખાનગી, અસ્થાયી વાતચીત માટે Meta AI સાથે છૂપી ચેટ શરૂ કરો.
• ક્રિએટિવ બનો: એવા વાઇબ્સ-ઇમર્સિવ Al વીડિયો બનાવો અને શેર કરો કે જેમાં તમે, તમારા મિત્રો અથવા તમે જેની કલ્પના કરી શકો તેવી કોઈ પણ વસ્તુ હોય.
• વાત કરો: વોઇસ અથવા ટેક્સ્ટ મારફતે Meta AI સાથે ચેટ કરો. 13 ભાષા માટેના સપોર્ટ સાથે, વોઇસ વાતચીત વધુ ઝડપી અને વધુ સહજ છે. live AI વડે તમે જુઓ છો તે કોઈ પણ બાબત અંગે રિયલ-ટાઇમ જવાબો મેળવો.
• હેન્ડ્સ-ફ્રી થાઓ: તમારા આખા દિવસ દરમિયાન વ્યક્તિગત સહાયતા મેળવવા માટે તમારાં AI સ્માર્ટ ચશ્માંનું જોડાણ કરો. Meta AI ઍપ એ Metaનાં તમારાં AI સ્માર્ટ ચશ્માંનું સંચાલન કરવા, મીડિયા ઇમ્પોર્ટ કરવા અને શેર કરવા તથા વધુ કરવા માટે જરૂરી એવી સાથી ઍપ છે.
Meta AI એ Muse Spark સાથે બનાવવામાં આવ્યું છે, જે Meta Superintelligence Labsનાં મોડેલના નવા ફેમિલીનું પ્રથમ મોડેલ છે. તમે સમગ્ર WhatsApp, Messenger, Instagram, Facebook, AI સ્માર્ટ ચશ્માં, Meta AI ઍપ અને meta.ai પર Meta Alનો ઉપયોગ કરી શકો છો.
Meta AIની અમુક સુવિધાઓ ફક્ત પસંદગીના દેશો અને ભાષાઓમાં જ ઉપલબ્ધ છે. કેટલીક સુવિધાઓ સમય જતાં રજૂ કરવામાં આવી શકે છે. કોઈ સમસ્યાની જાણ કરવાની અથવા પ્રતિસાદ શેર કરવાની જરૂર છે? તમારા ફોનને શેક કરો અને "રિપોર્ટ સબમિટ કરો" પર દબાવો.
તમારો વ્યક્તિગત AI આસિસ્ટન્ટ
આ રોજ અપડેટ કર્યું
15 ઑક્ટો, 2026