અતિ અસરકારક મજેદાર અને સરળ પ્રશ્નોના જવાબ આપો! એક પછી એક વિવિધ લેવલ પાર કરો, બૅજ અનલૉક કરો અને આ મુસાફરી દરમિયાન તમારી સિદ્ધિઓ શેર કરો! તમે વિશ્વના જે કોઈપણ ભાગમાં રહેતા હો, ત્યાં તમે સ્વેચ્છાએ આપેલા યોગદાનો Google પ્રોડક્ટને બહેતર બનાવે છે. તમે જે કહો છો તેનો અર્થ Google Assistantને વધુ સારી રીતે સમજતા શીખવો, તમારી ભાષા માટે Google Translateને બહેતર બનાવો અને Google Photosને ઑબ્જેક્ટ ઓળખવામાં મદદ કરો. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે Googleને બહેતર બનાવવા માટે, તમે નિરંતર આપી શકો એવા સરળ અને વિવિધ પ્રકારના યોગદાનોમાંથી આ થોડા યોગદાનો છે.
Googleના યોગદાનકર્તાઓના સમુદાયમાં જોડાવા માટે આમાંના અમુક કાર્યો અજમાવી જુઓ:
શબ્દસમૂહનું પ્રમાણીકરણ: લિપ્યંતર કરાયેલો શબ્દસમૂહ કેટલો સ્વાભાવિક અને સચોટ લાગે છે તેના આધારે તેને રેટિંગ આપો.
ઝડપથી ટાઇપ કરવું: સ્ક્રીન પર દેખાતી ટેક્સ્ટ શક્ય તેટલી ઝડપથી અને સચોટ રીતે ટાઇપ કરો.
છબીની સાંસ્કૃતિક રીતે ચકાસણી: સરળ પ્રશ્નોના હા/નામાં જવાબ આપીને છબીઓની સાંસ્કૃતિક સચોટતા ચકાસો.
પ્રશ્ન સમજવો: આપેલો કોઈ પ્રશ્ન તમે કેટલી યોગ્ય રીતે સમજી શકો છો, તે પસંદ કરો.
છબીની તુલના: તમને કઈ છબી વધુ ગમી, તે અમને જણાવો.
હસ્તલેખનનું પ્રમાણીકરણ: તમે જુઓ છો તે ટેક્સ્ટનો મેળ હસ્તલેખન સાથે થાય છે કે નહીં, તે અમને જણાવો.
હસ્તલેખનનું વાંચન: હસ્તલેખન શું કહેવા માગે છે તે તમે સમજી શકો છો કે નહીં, તે અમને જણાવો.
હસ્તલેખનની તુલના: તમારી પસંદગી પસંદ કરવા માટે હસ્તલેખનની બે શૈલીની તુલના કરો.
બિંદુની ચકાસણી: કેન્દ્ર બિંદુ, વિષયની ઉપર હોવાની ચકાસણી કરો.
ભોજનની તુલના: ભોજનની આ બે છબીની લાક્ષણિકતાઓની તુલના કરો.
ઑડિયો ડોનેશન: સ્પીચ ટેક્નોલોજીને બહેતર બનાવવા માટે, તમારો વૉઇસ રેકોર્ડ કરો.
ભોજન વિશેના તથ્યો: કોઈ વાનગીમાં ચોક્કસ લાક્ષણિકતાઓ છે કે નહીં, તે અમને જણાવો.
ભોજનને લેબલ કરનારી વ્યક્તિ: છબીમાં કયું ભોજન છે, તે અમને જણાવો.
અર્થપૂર્ણ સમાનતા: બે શબ્દસમૂહનો અર્થ એક જ છે કે નહીં, તે નક્કી કરો.
ચાર્ટ સમજવો: ચાર્ટ સમજી શકાય તેવા અને વિશ્વસનીય છે કે નહીં, તે નક્કી કરો.
ગ્લાઇડ ટાઇપ: તમને દેખાતી ટેક્સ્ટ ટાઇપ કરવા માટે કીબોર્ડ પર તમારી આંગળીઓ ગ્લાઇડ કરો.
ઑડિયોનું પ્રમાણીકરણ: કોઈ ટૂંકી ઑડિયો ક્લિપ સાંભળો અને તેનું ઉચ્ચારણ તમારી ભાષામાં સાહજીક લાગે છે કે નહીં, તે નક્કી કરો.
છબીનું વર્ણન: સ્પીચ ટેક્નોલોજીને બહેતર બનાવવા માટે તમને બતાવવામાં આવેલી છબીઓનું વર્ણન કરતો તમારો વૉઇસ રેકોર્ડ કરો.
છબીના લેબલની ચકાસણી: છબીઓ યોગ્ય રીતે ટૅગ કરેલી છે કે નહીં, તે અમને જણાવો.
છબી કૅપ્ચર કરવી: તમે વિશ્વના જે કોઈ ભાગમાં હો ત્યાંના ફોટા એકત્રિત કરીને શેર કરો.
અનુવાદ કરવો: શબ્દસમૂહો અને શબ્દોનો વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરો.
અનુવાદનું પ્રમાણીકરણ: યોગ્ય રીતે અનુવાદ કરેલા શબ્દસમૂહો પસંદ કરો.
હસ્તલેખનની ઓળખ: હસ્તલેખન જુઓ અને તેમાં દેખાતી ટેક્સ્ટ ટાઇપ કરો.
લાગણીઓનું મૂલ્યાંકન: તમારી ભાષાનું વાક્ય સકારાત્મક, નકારાત્મક કે તટસ્થ છે, તે નક્કી કરો.
સ્માર્ટ કૅમેરા (Android Lollipop 5.0+ વર્ઝન આવશ્યક છે): કોઈ ઑબ્જેક્ટ સામે રાખો અને તે શું છે તેનું અનુમાન કૅમેરા લગાવી શકે છે કે નહીં, તે જુઓ.
જ્યારે પણ તમે કોઈ જવાબ સબમિટ કરો છો, ત્યારે તમે Googleની બધી પ્રોડક્ટને આગામી વર્ષો માટે વધુ વ્યાપક બનાવો છો. તમારી મદદ બદલ તમને રિવૉર્ડ તરીકે લાભ પણ આપવામાં આવશે, જેમ કે સ્થાનિક મીટિંગમાં અન્ય યોગદાનકર્તાઓ સાથે કનેક્ટ થવું, Googleના કર્મચારીઓ અને અન્ય યોગદાનકર્તાઓ સાથે Hangoutsના ઑનલાઇન વિશિષ્ટ આમંત્રણ મેળવવા તથા Crowdsourceની સોશિયલ મીડિયા ચૅનલ પર તમારો ઉલ્લેખ થવો. તમે ટ્રેનમાં હો, કોઈ બસ સ્ટૉપ પર કે કતારમાં રાહ જોતા હો, તમારા સ્થાનિક સમુદાય માટે Googleને બહેતર બનાવવા માટે થોડો સમય ફાળવો.
તમારા સમુદાય માટે ઇન્ટરનેટને બહેતર સ્થાન બનાવી રહ્યાં છીએ
આ રોજ અપડેટ કર્યું
29 જૂન, 2026